સારું શું છે ને ખોટું શું છે તે જાણ્યા પછી પણ સારું કેમ અપનાવી શકાતું નથી અને ખોટું કેમ છોડી દઈ શકાતું નથી?'
એક સુખ સગવડ માં જન્મે છે ને બીજો કેમ અભાવમાં જન્મે છે ?
એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તોય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે?
કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે ?
મૃત્યુ પછી શું થાય છે ?
સ્વર્ગ અને નરક જેવું કાંઈ હશે કે કેમ?
દેખીતિ રીતે કાંઈ કર્યું હોય નહીં અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી ?
આવા બધા પ્રશ્નો ના જવાબ શોધવામાં જ્યારે આપણો પનો ટૂંકો પડે, શાળા કોલેજ માં ભણેલ વિષયોનું કોઈ ચેપ્ટર કામમાં આવે નહિ - ત્યારે જે જ્ઞાન નો આશરો લેવો પડે તેનું નામ છે 'આદ્યાત્મ'